રોહિત ઇન્ડિયાનો આગામી ધોની બની શકે છે: સુરેશ રૈના

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન અમૂલ્ય છે. એટલે જ જ્યારે પૂર્વ કેપ્ટનના રિપ્લેસમેન્ટની વાત આવે છે ત્યારે મગજ વિચારશૂન્ય થઈ જાય છે. જોકે ઓલરાઉન્ડર સુરેશ રૈનાને લાગે છે કે, રોહિત શર્મા ધોનીની જગ્યા લઈ શકે છે. રૈનાએ એક પોડકાસ્ટમાં કહૃાું કે, ઇન્ડિયન ઓપનર આગામી ધોની બની શકે છે. રૈનાનું માનવું છે કે રોહિતમાં કેપ્ટન તરીકેના બધા ગુણો છે. તે શાંત છે, અન્ય ખેલાડીઓને સાંભળવાનું પસંદ કરે છે અને તેમનો આત્મવિશ્વાસ હંમેશા વધારે છે.
સૌથી મોટી વાત એ છે કે કેપ્ટન તરીકે તે પોતે આગળ આવીને લીડ કરે છે. જ્યારે તમારો કેપ્ટન આગળ આવે છે અને પડકારોનો સામનો કરે છે અને તે જ સમયે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જાળવે છે, ત્યારે તમારી પાસે ટીમ તરીકે બધું છે. તેણે વધુમાં કહૃાું કે, રોહિત ટીમના દરેક ખેલાડીને કેપ્ટન માને છે. મેં તેને નજીકથી જોયો છે. જ્યારે અમે બાંગ્લાદૃેશમાં એશિયા કપ જીત્યો ત્યારે હું તેની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો. ત્યારે મેં જોયું છે કે તેણે કેવી રીતે યુવા ખેલાડીઓ શાર્દૃુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલના આત્મવિશ્વાસને વધાર્યો.