રોહિત શર્માની સદીની માઇકલ વૉને ભરપેટ પ્રશંસા કરી

ચેન્નાઇના ચેપક મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ દમદાર રમત બતાવી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં ૩૨૯ રન બનાવી દીધા. આમાં મોટો ફાળો હિટમેન રોહિત શર્માનો રહૃાો. રોહિતે જોરદાર વાપસી કરતા ૧૬૧ રનની શતકીય ઇનિંગ રમી હતી. ઓપનરની આ ઇનિંગની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે.

પ્રથમ બેટિંગ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્માએ ઇંગ્લેન્ડના બૉલરોને ચારેબાજુ ફટકારતા ૧૬૧ રન બનાવ્યા, આ ઇનિંગની પૂર્વ ક્રિકેટરોની સાથે સાથે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન માઇકલ વૉને પણ રોહિત શર્માની પ્રસંશા કરીને ખુશી વ્યક્ત કરી હતી, તેને આ માટે એક ટ્વીટ પણ કર્યુ હતુ.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને રોહિત શર્માની સદીની જબરદસ્ત પ્રસંશા કરી, તેને આ સદીને મેચ વિનિંગ ઇનિંગ ગણાવી દીધી. વૉને લખ્યું- રોહિતે શાનદાર શતક બનાવ્યુ, આને રમતો જોવો સુખદ છે. રોહિતે આને ખુબ આસાન બનાવ્યુ.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની શતકીય ઇનિંગ પર પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ, રહાણે સહિતનાએ ખુબ પ્રસંશા કરી હતી.