રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા માટે રવાના, ત્રીજી ટેસ્ટથી ભારતીય ટીમ સાથે જોડાશે

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ પહેલાં ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. ઓપનર રોહિત શર્મા મંગળવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો છે. સૂત્રો અનુસાર, રોહિત ટીમ ઇન્ડિયા સાથે ત્રીજી ટેસ્ટથી જોડાય શકે છે. ઓસ્ટ્રેલિયા સામે ૪ ટેસ્ટની સીરિઝની શરૂઆત ૧૭ ડિસેમ્બરે એડિલેડમાં થશે. રોહિતે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી ૧૪ દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. તેના પછી જ રોહિત ટીમ સાથે જોડાય શકે છે.

ટીમને પ્રથમ બે ટેસ્ટમાં રોહિતની કમી પડશે. BCCI સૂત્રો અનુસાર, રોહિત મંગળવારે સવારે દુબઈ થઈને ઓસ્ટ્રેલિયા પહોંચશે. ત્યાં તે ક્વોરન્ટીન દરમિયાન પોતાની ફિટનેસ પર કામ કરી શકશે.