રોહિત શેટ્ટીએ રણવીર અને દીપિકા સ્ટારર ફિલ્મ સર્કસનું શૂટિંગ શરૂ કર્યું

અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટીની સર્કસમાં એક ડાંસ નંબર અને કેટલાક કોમેડી સીન કરતી જોવા મળશે. હવે ફિલ્મફેરની એક્સક્લૂઝિવ રિપોર્ટનું માનીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઘણા સમય બદ કૉમેડી કરતી જોવા મળશે. છેલ્લે તે રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં કોમેડી કરતી જોવા મળી હતી. જો દીપિકા પાદુકોણ અને રણવીરની વાત કરીએ તો બંને રણવીરની આગામી ફિલ્મ ૮૩ની પણ સાથે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં કમાલ દેખાડી ચૂકી છે. ૮૩ બાદ સર્કસ તેમની એકસાથે કરેલી પાંચમી ફિલ્મ હશે. હાલમાં રણવીર અને દીપિકાએ એક સાથે જિયોના એક એડમાં પણ ચાર ચાંદ લગાવ્યા છે.

રોહિત શેટ્ટી અગાઉ દિલવાલે, સિંઘમ, ગોલમાલ તમામ ફિલ્મોમાં ખાસ આઈટમ નંબર શૂટ કરી ચૂક્યા છે. સિંઘમની આતા માઝી સટકલી અને દિલવાલેનું ટુકર ટુકર આજે પણ બધાની પ્લેલિસ્ટમાં સામેલ કરે છે. એવામાં જોવાનું છે કે ફરીએકવાર કયો મસાલો નંબર લઈને આવશે.