રોહિસાથી બલાણા જતા રોડે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું

  • મોત નિપજાવી એકને ગંભીર ઇજા કરી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ

અમરેલી,
જાફરાબાદ મરીનના રોહિસાથી બલાણા રોડ ઉપર તા.3/3ના સાંજના સમયે બોલેરો પીકઅપ જી.જે 13 એ.ટી.6093 ના ચાલકે પુર ઝડપે અને બે ફિકરાયથી ચલાવી. પલ્સર બાઇક જી.જે06 એસ.આર 9899 સાથે અથડાવી બોઘાભાઇ બચુભાઇ સોલંકી ઉ.વ.32 રહે.વઢેરા વાળાનું મોત નિપજાવી રણછોડભાઇને ગંભીર ઇજા કરી નાસી ગયાની શુકરભાઇ સોલંકીએ જાફરાબાદ મરિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.