લક્ષ્મી બોમ્બ ફિલ્મના શૂટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો કર્યો

બોલિવૂડ ખિલાડી એટલે કે અક્ષય કુમારે તેની ફિલ્મી કરિયર દરમિયાન તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. પરંતુ અક્ષય જેવું પાત્ર આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બમાં નિભાવવાનો છે તેવા પાત્રમાં તમે પહેલા ક્યારેય પડદા પર જોયો નહીં હોય.
અક્ષય પોતે કહે છે કે ‘લક્ષ્મી બોમ્બની ભૂમિકા તેની કારકિર્દૃીની સૌથી મુશ્કેલ ભૂમિકા છે. ખાસ કરીને કલાકો સુધી સાડી પહેરીને તે પાત્ર નિભાવવું અક્ષય માટે એક પડકારજનલ રહૃાું છે. તેણે પોતે જ કહૃાું છે કે શરૂઆતમાં તેની સાડી ઘણી વાર ખુલી જતી હતી, પરંતુ પછી ધીરે ધીરે તેને સંભાળવી ફાવી ગઈ હતી.
અક્ષયે કહૃાું, ‘જો હું એક શબ્દમાં કહું તો સાડી દૃુનિયાનો સૌથી ગ્રેસફુલ પહેરવેશ છે. સાડી પહેરવી એ મારા માટે એક અલગ પ્રકારનો અનુભવ છે. મારી સાડી શૂટિંગના શરૂઆતના દિવસોમાં સાડી આપમેળે ખુલી જતી હતી. હું સાડી પહેરીને બરાબર ચાલી પણ શકતો ન હતો. સાડી પહેરીને લડવાનું, નાચવાનું બધું ભૂલી જતો હતો. પરંતુ આભાર માનીએ મારા કોસ્ચ્યુમ ડિઝાઇનર્સનો જેઓ દર વખતે મારી સાડીની પ્લેટસ ઠીક કરતા હતા અને પલ્લુ સુધારતા હતા.
આ પાત્ર મારા માટે માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતું, પરંતુ મારા ડિરેક્ટર તેને ખૂબ સારી રીતે મેનેજ કર્યું. તે હંમેશાં મારી સાથે ઉભા રહેતા હતા. અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ આવતા મહિનાની નવમી તારીખે એટલે કે નવમી નવેમ્બરે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ રહી છે.