લગ્નના ચાર વર્ષ બાદ અમૃતા રાવ માતા બની, દીકરાને જન્મ આપ્યો

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવે લગ્નના ચાર વર્ષ બાદ પહેલી નવેમ્બર, રવિવારના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. અમૃતાના પતિ આરજે અનમોલે કહૃાું હતું કે દીકરા તથા માતાની તબિયત એકદમ સારી છે.
થોડાં સમય પહેલા જ ખબર પડી હતી કે અમૃતા પ્રેગ્નન્ટ છે. અમૃતા મુંબઈના ખારમાં આવેલા એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. ત્યારબાદ નવરાત્રિમાં અમૃતાએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો અને કહૃાું હતું કે તે નવરાત્રિના પાવન અવસર પર નવ મહિનામાં પોતાને ઘણી જ નસીબદાર માને છે.
ઉલ્લેખનીય છે કે સાત વર્ષના ડેટીંગ બાદ અમૃતા તથા અણમોલે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. અમૃતા ’મૈં હૂ ના’, ’ઈશ્ક વિશ્ક’, ’વેલકમ ટુ સજ્જનપુર’, ’જાને કહા સે આઈ હું’, ’વિવાહ’માં જોવા મળી હતી. અમૃતા છેલ્લે ૨૦૧૯માં ફિલ્મ ’ઠાકરે’માં જોવા મળી હતી.