લગ્નના છ વર્ષ બાદ સિંગર શ્રેયા ઘોષણ પ્રેગ્નેન્ટ

શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવાના છે. આ શ્રેયા અને શિલાદિત્યનું પહેલું સંતાન છે. પહેલા બાળકને આવકારવા કપલ ઉત્સુક છે.

આજકાલ મનોરંજન ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ જીવનમાં નવા તબક્કા તરફ આગળ વધી રહૃાા છે. કેટલાક સેલેબ્સ લગ્ન કરીને જીવનના નવા તબક્કાની શરૂઆત કરી રહૃાા છે તો કેટલાક ફેમિલી પ્લાિંનગ કરીને. આ વર્ષની શરૂઆતમાં એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યા. તો ફેબ્રુઆરીમાં કરીના અને સૈફના બીજા દીકરાનો જન્મ થયો. બીજી માર્ચે સિંગર હર્ષદીપ કૌરે દીકરાને જન્મ આપ્યો અને સિંગર નીતિ મોહન પણ પ્રેગ્નેન્ટ છે. ત્યારે હવે વધુ એક સિંગરે ખુશખબર આપ્યા છે. બોલિવુડની સૌથી વધુ પોપ્યુલર અને વર્સેટાઈલ સિંગર શ્રેયા ઘોષાલ પ્રેગ્નેન્ટ છે.

શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયનું આ પહેલું સંતાન હશે. શ્રેયા ઘોષાલે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને પ્રેગ્નેન્સી વિશે દુનિયાને જાણકારી આપી છે. તસવીરમાં શ્રેયા ઘોષાલ મલ્ટીકલરના પ્રિન્ટેડ આઉટફિટમાં જોવા મળી રહી છે અને પ્રેમથી પોતાના બેબી બંપ પર હાથ રાખ્યો છે. તસવીર શેર કરતાં શ્રેયાએ લખ્યું, “બેબી ઈંશ્રેયા આદિત્ય આવી રહૃાું છે! શિલાદિત્ય અને હું આ ન્યૂઝ તમારા સૌની સાથે શેર કરતાં રોમાંચ અનુભવીએ છીએ. અમે અમારા જીવનના નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહૃાા છીએ ત્યારે તમારા સૌના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.