લગ્ન બાદ તરત જ અભિનેત્રી ગૌહર ખાનનો બોલ્ડ સીન ન કરવા નિર્ણય

જાણીતી અભિનેત્રી ગૌહર ખાન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ભારે ચર્ચામાં છે. કેટલાક દિવસો પહેલા તેણે જૈદ દરબાર સાથે લગ્ન કર્યા. જૈદ પણ જાણીતા અભિનેતા અને ડાન્સર છે. લગ્ન પછી ગૌહર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો સાથે જ થોડા દિવસો પહેલા વેબ સીરિઝ તાંડવનું ટ્રેલર રીલિઝ થયું છે. તેના પ્રમોશન દરમિયાન ગૌહરે ખુબ મોટો ખુલાસો કર્યો છે.
તેણે હવે નિર્ણય કર્યો કે, હવે તે બોલ્ડ સીન્સ નહીં કરે. ગૌહર ખાન હાલમાં અલી અબ્બાસ જફરની વેબ સીરિઝ તાંડવમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું હતું કે મે ઘણા વેબ શો રિજેક્ટ કરી નાંખ્યા છે કારણ કે તેમાં બોલ્ડ સીન્સ કરવાના હતા. ગૌહરે કહૃાું કે-હું એ નિર્ણય પર અડગ શું કે હું એમ જ બોલ્ડ સીન્સ નહીં કરુ. એક એક્ટર તરીકે મારુ કર્તવ્ય છે કે હું એ કિરદાર પર ન્યાય કરુ કે જેને હું પડદા પર નિભાવી રહી છું.
પણ હા મારી કેટલીક લકીરો છે જે હું ખેંચવા માંગુ છું. ખાસ કરીને જ્યારે એ કન્ટેન્ટની વાત આવે છે જેના સાથે હું જોડાયેલી છે. ગૌહરનું કહેવું છે કે હું માત્ર એવા પ્રોજેક્ટનો જ ભાગ બનવા માટે લાઈન ક્રોસ નહીં કરૂ. મારી પાસે જે પણ રોલ આવ્યા મને લાગ્યું કે હું પુરા દિલથી નહીં કરી શકુ. માટે મે તેના માટે ના પાડી દીધી, પછી ભલે તે પ્રોજેક્ટ ગમે તેટલા મોટા હોય.