લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ ચીની સેના પાછળ હટી

  • બોટ,ગાડીઓ,બુલડોઝર હટાવ્યાચીન અને ભારત વચ્ચે થયેલી સમજૂતિ બાદૃ લદ્દાખ મોરચે તનાવ ઓછો થવાના ભણકારા વાગી રહૃાા છે. હવે ચીની સેનાએ પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ પોતાના સાધન સરંજામ સાથે જવાનોને પાછા હટાવવાનુ શરુ કર્યુ છે.પેંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાંથી ચીની સેનાના જવાનો પોતાની બોટ, ગાડીઓ અને બુલડોઝરો હટાવી લીધી છે અને સૈનિકો પણ પાછળ જતા રહૃાા છે.
    આ પહેલા ચીની સેના પહેલા ગલવાન ખીણમાં પેટ્રોિંલગ પોઈન્ટ ૧૪થી પાછળ હટી હતી.આ એજ જગ્યાએ છે જ્યાં બંને સેનાના જવાનો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી.એ પછી પોઈન્ટ ૧૫ અને ૧૭ એ પરથી પણ ચીનના સૈનિકો પાછા હટ્યા હતા.હવે પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ ચીનની પાછા જવાની ખબર છે.
    પેંગોંગ લેકના ફિંગર ચાર થી આઠ સુધીના વિસ્તારમાં ચીની સેનાએ કબજો જમાવી લીધા બાદૃ ભારતના સૈનિકોને પેટ્રોિંલગ માટે આગળ જવા દૃેવાનો ચીનના સૈનિકોએ ઈનકાર કરી દૃીધો હતો.આ જ જગ્યાએથી ભારત અને ચીન વચ્ચેના તનાવની શરુઆત થઈ હતી.
    સૂત્રોનુ કહેવુ છે કે, ફિંગર ચાર અને આસપાસનો વિસ્તાર કેટલાક સમય માટેનો પેટ્રોિંલગ ઝોન રહેશે. બંને દૃેશની સેનાઓ વચ્ચે એક બફર ઝોન બનાવવામાં આવી રહૃાો છે.