લદ્દાખમાં તણાવ વચ્ચે ચીને એલએસી પર સૈનિકો અને ટેન્કોની સંખ્યા વધારી

પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે ભારતીય સૈન્યની જોરદાર જવાબી કાર્યવાહીથી ગિન્નાયેલા ચીને આ વિસ્તારમાં કેટલાંય સ્થળોએ વધુ સૈન્ય અને ટેક્ધ મોકલ્યા છે. સેટેલાઇટથી મળેલી તસવીરો પરથી ભાળ મળી કે ચીનના ગતિરિધોવાળા પોઇન્ટસ પર પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી રહૃાું છે. આ સિવાય ચીને આ વિસ્તારોમાં નવા સૈન્ય મથકો બનાવવાની શરૂઆત કરી દીધી છે.
રિપોર્ટ મુજબ ચીનની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ભારત અને ચીનના રક્ષામંત્રીઓ વચ્ચે મોસ્કોમાં થયેલી વાતચીત બાદ પણ તણાવ ઓછો થવાનું નામ લઇ રહૃાું નથી. ચીન હવે તમામ ગતિરોધવાળી જગ્યાઓ પર વધુ સૈન્ય તથા ટેક્ધો તૈનાત કરી રહૃાું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને બાજુના લગભગ એક લાખ સૈનિકો પૂર્વ લદ્દાખમાં તૈનાત છે. ચીન વાતચીતના ટેબલ પર તણાવ ઘટાડવાની વાત કરી રહૃાું છે, પરંતુ જમીન પર તે તેની સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવવામાં સતત રોકાયેલ છે.
આની પહેલાં ૨૯ અને ૩૧ ઑગસ્ટની વચ્ચે ચીની દળોએ પેંગોંગ તળાવની દક્ષિણ બાજુએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરતાં યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સૈન્ય એ તેને નિષ્ફળ કરી દીધો હતો. એટલું જ નહીં બાદમાં ભારતીય સૈનિકોએ પેંગોંગના દક્ષિણ છેડા પર આવેલા લગભગ તમામ મુખ્ય પર્વતો પર કબ્જો કરી લીધો હતો. ચીનના સૈનિકોની તૈનાતી વધારતા દક્ષિણ કાંઠે તણાવ ખૂબ વધી ગયો છે.
ભારતીય સૈન્ય એ પણ ચીનની આ નવી કાર્યવાહીનો જવાબ આપવા માટે તેની તૈનાતી વધારી દીધી છે. આપને જણાવી દઇએ કે મોસ્કોમાં રક્ષામંત્રી રાજનાથિંસહે ખૂબ જ કડક રીતે ચીનના રક્ષામંત્રીને પોતાનો જવાબ આપ્યો હતો. રક્ષામંત્રી રાજનાથિંસહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને જો આમ જ ચાલતું રહૃાું તો ભારત તેની સાર્વભૌમત્વની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે આ સંદૃેશ રશિયાની રાજધાની મોસ્કોમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઇ ફેંગે સાથેની વાતચીત દરમ્યાન આપ્યો હતો.