લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

શનિવારે સવારે લદ્દાખ ભૂકંપથી ધ્રૂજી ઉઠ્યું. લોકોમાં ભયનો માહોલ છે. લોકો સવારે જ્યારે પોતાના ઘરમાં સુતા હતા, ત્યારે ભૂકંપએ બધાને ધ્રૂજાવી નાખ્યા.
નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર લદ્દાખમાં આજે સવારે ૫ વાગે ૧૧ મિનિટ પર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૬ રહી.
તમને જણાવી દઇએ કે આજે લદ્દાખ ભૂકંપના ભારે આંચકા હચમચી ગયું. ભૂકંપ આવતાં લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા. ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના લીધે સીલિંગ ફેન અને અન્ય સામાન્ય ડગમગવા લાગ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સેંટર ફોર સીસ્મોલોજી હજુ તપાસ કરી રહી છે કે ભૂકંપનું કેંદ્ર ક્યાં અને જમીનથી કેટલું નીચે હતું. જોકે અત્યાર સુધી ભૂકંપના લીધે લદ્દાખમાં કોઇ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. તે અંગે તપાસ ચાલુ છે.