લવમેરેજ માટે સરકાર કાયદો ઘડે : અમરેલી વિહિપની માંગ

અમરેલી,
માતા પિતાની સંમતિ વગર થતા લવ મેરેજ ઉપર રોક લગાવવા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે.લવ મેરેજ બાબતે માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ.જે માતા પિતાએ પોતાના સંતાનનો લાડકોડ થી ઉછેર કર્યો હોય તેમ જ દીકરા દીકરીના સપનાઓ પૂરા કરવામાં સાથ સહકાર આપ્યો હોય તો એ જ મા-બાપને પોતાના સંતાન માટે યોગ્ય જીવનસાથી પસંદ કરવાનો પૂરો હક છે.આ માટે જે દીકરા દીકરી લવ મેરેજ કરે તો તે માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જ જોઈએ એ બાબતે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ હંસાબેન માકાણી,અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતાતેમજ ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને રશ્મીનભાઇ ત્રિવેદી સહિતના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીશ્રીને,ગુજરાત ભાજપ પ્રમુખશ્રીને,ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે કે લવ મેરેજ બાબતે માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જ જોઈએ તેમજ સંમતિ વગરના લવ મેરેજને અયોગ્ય ઠરાવે એવો કાયદો સરકાર દ્વારા વટહુકમથી વિધાનસભામાં બિલ પસાર કરીને બનાવવામાં આવે.તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લવ મેરેજ બાબતે આપવામાં આવેલ નિવેદનને વિશ્વ હિંદુ પરિષદ આવકારે છે.આ બાબતમાં સરકાર કંઈક આગળ નિર્ણય લેવાનો વિચારે કરે એવી અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી