લાંચ લેતા પકડાઇ ગયેલ જાફરાબાદના નાયબ મામલતદારને સાત વર્ષની સજા

  • સાત વર્ષની સજા 50 હજારનો દંડ : વારસાઇ નોંધ પાડવા માટે 80 હજારની લાંચ માંગી હતી

રાજુલા,
લાંચ લેતા ઝડપાયેલા જાફરાબાદના નાયબ મામલતદારને રાજુલા કોર્ટે સાત વર્ષની સજા ફટકારી હતી આ કેસમાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ધારદાર દલીલથી રાજુલા એડી. સેશન્સ અને સ્પેશ્યલ (એ.સી.બી) કોર્ટેના જજશ્રી એસ.પી. ભટ્ટે પુરાવાઓ માન્ય રાખી જાફરાબાદના નાયબ મામલતદાર આરોપી અલ્તાફભાઇ કાળુભાઇ પરમારે સને 2011 માં જાફરાબાદના મામલતદાર કચેરીમાં પોતાની ફરજ દરમ્યાન વારસાઇ નોંધ પાડવા માટે રૂા. 80,000 ની લાંચની રકમની માંગ કરતા તેના વિરૂધ્ધ અમરેલી એ.સી.બી. દ્વારા છટકુ ગોઠવીને પકડેલ તે કેસ ચાલી જતા સાત વર્ષની સજા અને રૂા. 50,000 નો દંડ અને ફરીયાદીને રૂા. 2,00,000 વળતર તરીકે ચુકવવાનો હુકમ કરેલ છે આ હુકમથી જિલ્લાના લાંચીયા અધિકારીમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.