લાઇન્સ ક્લબ ઓફ અમરેલી( મેઇન )ના પ્રમુખ શ્રી દિનેશભાઇ ભુવાનું સન્માન કરાયું

અમરેલી
તા. 19/07/2021 ને રવિવારના રોજ સમગ્ર ભુવા પરિવારના રત્ન એવા , એશિયાની નંબર 1 શીતલ કંપનીના માલીક , લાઇન્સ ક્લબ ઓફ અમરેલી ( મેઇન ) ના નવ નિયુક્ત પ્રમુખશ્રી દિનેશભાઇ ભુવા નું સમસ્ત મીઠડિયા ભુવા પરિવાર અમરેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોનાના કપરા કાળમાં જાનની પણ પરવા કર્યા વગર લોકોને ઉપયોગી થનાર કોરોના વોરિયર્સ ડો. કૌશિકભાઈ ભુવા નું પણ સમસ્ત મીઠડિયા ભુવા પરિવાર અમરેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મીઠડિયા ભુવા પરીવાર અમરેલીના સલાહકાર સમિતીના શ્રી દકુભાઈ ભુવા , શ્રી ચંદુભાઈ ભુવા , શ્રી કાન્તીભાઈ ભુવા , શ્રી મહેન્દ્રભાઇ ભુવા , રમણીકભાઈ ભુવા , વિઠ્ઠલભાઈ ભુવા , તથા ભુવા પરીવાર અમરેલીના મંત્રીશ્રી દિનેશભાઇ ભુવા , કારોબારીશ્રી રાજુભાઈ ભુવા , મેહુલભાઈ ભુવા , પિયુષભાઇ ભુવા , વિશાલભાઈ ભુવા , હિરેનભાઈ ભુવા , દિનેશભાઇ ભુવા , ભાવેશભાઈ ભુવા , ડેનિશભાઈ ભુવા , મેહુલભાઈ ભુવા , ભૌતિકભાઈ ભુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.