લાઠી,
અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે અવારનવાર અકસ્માતની ઘટનાઓને લઈને અનેક જીવો છે તે અકસ્માતની ઘટનામાં ખોવા નો વારો આવી રહ્યો છે ત્યારે આજે એવી જ ઘટના એક લાઠી અમરેલી રોડ ઉપર ઘટના બનવા પામી છે.લાઠી અમરેલી રોડ ઉપર આવેલા કેરળના પાટીયા નજીક એક પરપ્રાંતીય મજૂરોને લઈને જતી જે છકડો રીક્ષા નો ચીપીયો તુટી જતા રીક્ષા ચાલક નુ ઘટના સ્થળે મોત થયુ હતું અને ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા ત્યારે ત્રણ જેટલા લોકો છે તે ઘાયલ થતા તેમને 108 ની મદદથી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે નાની એવી ભૂલના કારણે અકસ્માત ની ઘટના મા મોત થયું હતું અને ત્રણ જેટલા લોકો ઘાયલ થયાની ઘટનાઓ સામે આવતા એરરાટી ફેલાઈ પામી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જે સતિષભાઈ ગોકુળભાઈ સાટીયા રહે જામ બરવાળા ત્યારે અકસ્માતમાં ઘાયલ થયેલ બજરંગીકુમાર ભજનાથ વર્ષે 25 નિરંજ લાલ લાલ બાદુરભાઇ યાદવ ઉ. વ 25 ભગવાનભાઈ પ્રદીપ કુમાર ઉ. વ 22 આકાશ ગીરી વિશ્વકર્મા ગીરી 29 આ ચાર જેટલા લોકો ઘાયલ થયા હતા તેને સારવારથી લાઠી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મુત્યુ પામનાર રીક્ષા ચાલક ને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલમાં લય જવાયો આ ઘટના ની જાણ થતા લાઠી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.