અમરેલી,
સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓેએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ી- સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.ગઇ તા.22/01/2023 ના રોજ લાઠી તાલુકાના અકાળા અને જરખીયા ગામ વચ્ચે, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ટેપાસિંહ માસ્તર પટેલ, ઉ.વ.18, રહે. અડતાળા, વાડી વિસ્તાર, તા.લાઠી, જિ.અમરેલી વાળાનો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.8,500/- નો અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ટેપાસિંહ દ્વારાી- હોય, જે ખરાઇ કરી, તેના પરથી લાઠીપોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 11193 034230020/2023, ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ. ભાવનગર રેન્જઆઇ. જી.શ્રીગૌતમ પરમારે ભાવનગર રેન્જનાજિલ્લાઓમાી દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરાએઅમરેલી જિલ્લામાી-થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવાઅમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્રારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.23/02/2023 નાં રોજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાઠી, અકાળા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં કાજુભાઇ ઉર્ફે કાળુ સામતભાઇ ચારોલીયા, ઉ.વ.35, રહે.લાઠી, અકાળા રોડ, તા.લાઠી, જિ.અમરેલી. ને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ .