લાઠીનાં પોલીસ ઉપર હુમલાનાં કેસમાં 30 આરોપીને સજા

અમરેલી,
લાઠી લુવારીયા દરવાજા બહાર તા.12-2-20નાં રાત્રીનાં હે.કોન્સ.યુવરાજભાઇ સામતભાઇ વનરા રે.લાઠી તથા અન્ય પોલીસ કર્મચારીઓ આ કામનાં આરોપી અજય જગદીશભાઇ સોલંકી રે.લાઠીવાળાનાં ભાઇનાં ઘરે નકલી ચલણી નોટ બનાવવાનું મશીન હોય તેવી બાતમી આધારે સ્થળ ઉપર જતા આરોપીઓએ ઘાતક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરી પત્થર મારો કરી નાની મોટી ઇજાઓ કરેલ અને સરકારી વાહનોને રૂા.50 હજારનું નુક્શાન કરી પોલીસ વાહનમાં વાયરલેસ સેટની તથા પોલીસ કર્મચારીને ગળાનાં ભાગે ઇજા કરી પહેરેલ સોનાનો ચેઇન રૂા.40 હજારનો લુંટ કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ થયેલ.ઉપરોક્ત કેસ અમરેલી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.જે. પરાસર અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતા સરકારી પીપી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે તમામને તક્સીરવાન ઠેરવી આઇપીસી 147માં ત્રણ વર્ષ, 332માં ત્રણ વર્ષ, 337માં છ માસ અને ડેમેજ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સેક્શન 3 સાથે વાંચતા આઇપીસી 149માં ત્રણ વર્ષની સજા આરોપીઓ અજય જગદીશભાઇ સોલંકી, અનિલ ભનુભાઇ જાદવ, અજય અનિલભાઇ જાદવ, હિતેષ જગદીશભાઇ સોલંકી, મુકેશ વેલજીભાઇ છાપરા, નરશી ભુપતભાઇ સરલીયા, નિલેશ ભનુભાઇ જાદવ, નરેશ ધીરૂભાઇ સોલંકી, હકા ભુપતભાઇ સરવૈયા, જય રાજેશભાઇ મકવાણા, સાગર ભરતભાઇ ગાંગડીયા, ભાવેશ જેન્તીભાઇ મેર, ગૌતમ ભરતભાઇ ધરજીયા, પોપટ મનુભાઇ ગાંગડીયા, સુરેશ ભરતભાઇ ધરજીયા, મુના ભુપતભાઇ સરલીયા, લાલજી રવજીભાઇ ગાંગડીયા, ગૌતમ ઉર્ફે લાલુ વલ્લભભાઇ મકવાણા, રમેશ વાલજીભાઇ સરલીયા, ભાવેશ ભુપતભાઇ સરલીયા, લાલજી નરશીભાઇ સરલીયા, રોહીત ધીરૂભાઇ ગાંગડીયા, કિર્તી ધીરૂભાઇ ગાંગડીયા, સંજય જેન્તીભાઇ મેર, રોહિત ભરતભાઇ ધરજીયા, રાજુ જેરામભાઇ મકવાણા, આશાબેન રાજેશભાઇ મકવાણા, રમેશ ધનજીભાઇ સાકરીયા, ગીરધર ઉર્ફે ગીધો પરશોતમભાઇ મકવાણા, પરેશ જગદીશભાઇ સોલંકીને અને દરેક આરોપીઓને રૂા.5 હજારનો દંડ ફટકારેલ