અમરેલી,લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં ઝૂંપડામાં રહેતી પરપ્રાંતિય ગર્ભવતી મહિલાનું અપહરણ કરીને પાશવી રીતે બળાત્કાર ગુજારવાના કેસમાં અમરેલીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીને જીવનના અંતિમ શ્ર્વાસ સુધી કેદની સજા ફરમાવી છે તથા રુ. 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.
આજથી ત્રણ વર્ષ પહેલા લાઠી તાલુકાના લુવારીયા ગામે પરપ્રાંતિય શ્રમિકો વાડીમાં ઝુંપડા બાનાવીને રહેતા હતા અને મહિલાના પતિ બહાર ગામ ગયા હોવાથી મહિલા બાજુમાં ઝુંપડામાં સુવા માટે ગઈ હતી ત્યારે રાત્રીના સમયે નજીકના ઝુંપડામાં રહેતો પરપ્રાંતિય શખ્સ રાજુ નરસીંગ વાસ્કેલા ત્યાં આવ્યો હતો અને છરીની અણીએ મહિલાને ઝુંપડામાંથી ઉપાડી ગયો હતો. ઝુંપડામાં રહેલા દંપતિ જાગી જતા તેને પણ છરીથી ચૂંપ કરાવીને અપહરણ કર્યું હતું તથા મહિલાને ઉંચકીને બાજુમાં આવેલા ખારામાં લઈ જઈ છરીની અણીએ બ્ો વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ભોગ બનેલી મહિલાને આઠ માસનો ગર્ભ હતો અને શરીરમાં દુ:ખાવો થતો હોવાથી આજીજી કરવા છતા પણ આરોપી માન્યો નહોતો અને બાદમાં મહિલાને કણસતી હાલતમાં છોડીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી સામે લાઠી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.અમરેલીમાં આવેલી સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલી જતા પબ્લિક પ્રોસીક્યુટર જે. બી. રાજ્યગુરુની દલીલોને કોર્ટે માન્ય રાખીને આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવી જજ વાય. એ. ભાવસાર દ્વારા અલગ અલગ કલમો હેઠળ આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલની સજા તથા રુ. 1 લાખ પ હજાર પ00નો દંડ અને તેમાંથી ભોગ બનનારને રુ. પ0 હજારની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.