લાઠીનાં મતિરાળામાં પરપ્રાંતિય મહિલાને 108 ની ટીમે સ્થળ પર જ પ્રસુતી કરાવીને બચાવી લીધી

  • પ્રસુતિની પીડા વધારે ઉપડતા
  • નવજાત બાળકની પણ જીંદગી બચાવતી 108 ની ટીમ

અમરેલી જિલ્લા 108 દ્વારા લાઠી તાલુકા ના મતિરાળા ગામમાં મજુરી કરતાં પરપ્રાંતીય પ્રસૂતા ના બાળક ને નવજીવનઆ બનાવમાં લાઠી તાલુકાના મલીરાલા ગામે વાડી વિસ્તાર માં રહી મજુરી કામ કરતાં પરપ્રાંતિય પ્રસૂતા રામબાઈ બેન મુન્નાભાઈ ને ગત તારીખ:27/06/2020 ના બપોરના પ્રસુતિની પીડા ઉપડતાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસ કરતાં બહેન ને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ માં લઇ જવા માટે 108 માં કોલ કરેલ હતો. અમરેલી 108 એમ્બ્યુલન્સ અમરેલી થી મતિરાલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી રામ બાઈ બેન ની તપાસ કરતા બહેન ને પ્રસુતિ ની પીડા વધારે થતાં સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. અમરેલી 108 એમ્બ્યુલન્સ ના ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય જટિલ પ્રસુતિ કરવી હતી, બાળક ની તપાસ કરતા નવજાત બાળક ના ધબકારા બંધ હતા, તથા બાળક હલન ચલન કરતું ન હતું તથા બાળક રડ્યું પણ ન હતું,આ નવજાત બાળક ની જીંદગી બચાવવા માટે ઇએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય સમય સૂચકતા વાપરી અને પળ નો પણ વિલંબ કર્યા વગર કૃત્રિમ શ્વાસ ની સારવાર શરૂ કરી તથા છાતી પર દબાણ આપી નવજાત બાળક નો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય ની જહેમત ના કારણે આ નવજાત બાળકે પ્રથમ સ્થળ પર રડ્યું હતું તથા બંધ ધબકારા પણ શરૂ થઈ ગયા હતા, તથા શ્વાસ પણ સારું થાય ગયો હતો.અમદાવાદ 108 ઓફિસ સ્થિત ડોક્ટરની ટેલીફોનીક સલાહ મુજબ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. આ ચમત્કારી ઘટના ના સાક્ષી નવજાત બાળક ના પિતા તથા ફરજ પરના તબીબે બાળક ને અમરેલી 108 એમ્બ્યુલન્સ માં કર્મચારીઓ ઈએમટી સાગર મકવાણા તથા પાયલોટ યોગેશભાઈ વૈદ્ય દ્વારા આપવામાં આવેલ પ્રશંસનીય કામગીરી ને બિરદાવી હતી.તથા અમરેલી જિલ્લા 108 ઇમરજન્સી માં હેડ દ્વારા બંને ને બિરદાવ્યા હતાં.