લાઠીનાં મતીરાળામાં તમાકુની પ્રોડકટોનું વેચાણ કરતા ઝડપાયો

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયે હાલમા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સારૂ અમરેલી જીલ્લામાંથી આવશ્યક ચીજવસ્તુ સિવાયની અન્ય ચીજવસ્તુઓ વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનવ્યે શ્રી નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ એસ રાણાના માર્ગદર્શન હેઠળ ગઇ તા.17/04/2020 ના રોજ પો સબ ઇન્સ શ્રી જે વાય પઠાણ તથા લાઠી પો સ્ટાફના માણસો સાથે લાઠી ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મતીરાળા ગામનો શખ્સ મહેશભાઇ બટુકભાઇ સોળીયા.રહે.મતીરાળા વાળો આવશ્યક અને જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ સીવાય તમામ સેવાઓ પર પ્રતિબંધ હોવા છતા ગેરકાયદેસર રીતે તમાકુ અને તમાકુની બનાવટ નુ વેચાણ કરે છે તેવી ચોક્કસ હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આ શખ્સ ને તમાકુ અને તેની બનાવટ ના સાધનો સહિત કુલ કિંમત રૂ.1,23,560/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધ્ોલ છે. અને લાઠી પો.સ્ટે સીઆરપીસી કલમ 41 (1) (ડી) મુજબ અટક કરી વધુ તપાસ હાથ ધરેલ છે. પોલીસે એક મોટર વાળુ હાથ બનાવટ નુ તમાકુ ભેળવવાનુ મશીન કિંમત રૂ.10,000/-, બ્લુ કલરના પ્લાસ્ટિક ના નીરમા લીમીટેડ નીરમા ભાવનગર ના સીલ મારેલ તમાકુ મા ભેળવવા ના રીફાઇન્ડેડ ગ્લિસરીન ભરેલ 250 લીટર ના બેરલ નંગ 2 બેરલ સહિત કિંમત રૂ.18,000/- તથા એક ગ્લિસરીન ભરેલ 200 લીટર નુ બેરલ નંગ 1 બેરલ સહિત કિંમત રૂ.7250/-, એક માસ્ટેક ઇન્ડીયા એજન્સી ની બનાવટ નો ઇલેકટ્રોનીક વજન કાંટો કિંમત રૂ.8000/-, 27 બોરી કંતાન ની કાચી તમાકુ જેમા એક બોરી મા આશરે 28 કિ.ગ્રા. જેટલી તમાકુ ભરેલ છે તે કૂલ 27 બોરી મા 756 કિ.ગ્રા. જેટલી કાચી તમાકુ છે જે એક બોરી ની તમાકુ સહિત કિંમત રૂ.1680 છે જે 27 બોરી ની બોરી સહિત કિંમત રૂ.45,360/- તથા એક તુટેલ બોરી જેમા આશરે 15 કિ.ગ્રા. જેટલી કાચી તમાકુ છે તે જેની કિંમત રૂ.900/-, એક તમાકુ બનાવટ ના પેકિંગ સીલ કરવાનુ મશીન કિંમત રૂ.10,000/- , એક સાદો ઇલેકટ્રીક વજન કાંટો કિંમત રૂ.1200/-, એક બ્લુ કલર નુ બેરલ જેમા આશરે 30 કિ.ગ્રા. જેટલી બનાવેલી તમાકુ છે જેની બેરલ સહિત કિંમત રૂ.6250/-, 8 ખાલી બેરલ પ્લાસ્ટિક ના કિંમત રૂ.2000/-, એક લાકડા નુ ડ્રમ જેમા તમાકુ મા ભેળવવાનો મેન્થોલ પાઉડર સહિત મુદ્દામાલ કબ્જે કરેલ છે.