લાઠીનાં શેખ પીપરીયાના 60 ફુટ ઉંડા કુવામાં પડી જતા વૃધ્ધાનું મોત

અમરેલી,

લાઠી તાલુકાનાં શેખ પીપરીયા ગામે આજે બપોરનાં કોઇ વૃધ્ધા કુવામા પડી ગયા હોવાની ટેલીફોનીક જાણ અમરેલી ફાયર કન્ટ્રોલમાં થતા ફાયર ઓફીસર એચ.સી.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની રેસક્યુ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કુવામા પડેલ મૃતક વૃધ્ધાનો મૃતદેહ બહાર કાઢી લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન વૃધ્ધાનું નામ ઉજીબેન ડાયાભાઇ વઘાસીયા ઉ.વ.95 રે.શેખપીપરીયા હોવાનું જાણવા મળેલ છે. 60 ફુટ ઉંડો કુવો હતો જેમાં દસ ફુટ જેટલું પાણી ભરેલ હતું.