લાઠીના અકાળામાં વીજશોક લાગતા યુવાનનું મોત

અમરેલી, લાઠી તાલુકાના અકાળા ગામે મહેશભાઇ માધાભાઇ હેલેૈયા ઉ.વ.35 રજનીભાઇ રવજીભાઇ ખુંટની વાડીએ સ્લેબ ભરવાનું કામ કરતા હોય.સ્લેબ ભરવાની લોખંડની ઘોડી ફેરવવા જતા બાજુમાંથી પસાર થતી ખેતીવાડી વીજલાઇનને અડી જતા વીજશોક લાગવાથી મોત નિપજયાનું નાનજીભાઇ કાનજીભાઇ હેલેૈયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.