લાઠીના ચાવંડમાં ધોળા દિવસે મકાનમાં તસ્કરો ત્રાટક્યા

અમરેલી,
અમરેલી જીલ્લામાં દિન પ્રતિદિન ઉતરોતર ચોરીના બનાવ વધતા જાય છે. અમરેલી શહેરમાં ભાટીયા શેરી વિસ્તારમાં 31 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાંજ ફરી તસ્કરોએ પોલિસને પડકાર ફેંકયો છે.
લાઠી તાલુકાના ચાવંડ ગામે રહેતા મુળજીભાઈ લવાભાઈ ક્યાડા ઉ.વ.61 ના મકાનમાં કાઈ તસ્કરોએ તા.8/12/ના ધોળા દિવસે સવારના 7 વાગ્યાથી બપોરના 11 વાગ્યા દરમ્યાન મકાનની દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી રૂમની ચાવી મેળવી બંને રૂમના તાળા ખોલી રૂમમાં રાખેલ લાકડાના પટારામાંથી રોકડ રૂ/-60,000 ની ચોરી કરી ગયાની લાઠી પોલિસ મથકમાં ફરિયાદ