અમરેલી,
લાઠી પોલીસ ટીમે લાઠી તાલુકાના ટોડા ગામે થી ટેમ્પો ટ્રાવેલર ગાડીમા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢવામા સફળતા મળેલ છે.આ કામના આારોપીઓએ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુથી, ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના હવાલા વાળી ફોર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર ગાડીમા ગુપ્ત ચોર ખાના બનાવી તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂની હેરા-ફેરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા રાખી, હેરા-ફેરી કરતા રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કરેલ છે .ભારતીય બનાવાટના વિદેશી દારૂની કંપની રીંગપેક કુલ બોટલ -1739, કિં.રૂા.5,40 ,960/- તથા ફોર્સ કંપનીની ટ્રાવેલર જેના રજી.નં. ય્વ.05.મ્ .0530, કિં.રૂા.4,00, 000/- તથા હીરોહોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્લસ કંપનીની જેના રજી નંબર ય્વ.03.ઘછ.2666 ની હોય જેની કિ.રૂ 15,000/- તથા સ્પેલન્ડર પ્લસ મો.સા જેના રજી નંબર ય્વ.14.છભ. 6588 ની હોય જેની કિ.રૂ.15,000/- તથા એક સેમસંગ કપંનીનો એન્ડ્રોઈડ મોબઈલ કિ. રૂ. 5000/- તથા પાકીટ તથા તમામ ડોકયુમેન્ટની કિ.રૂ.00/00 તથા રૂ.10 ના દરની નોટ નંગ-4 કૂલ કિ.રૂ.40 મળી કુલ કિં.રૂા.9,76,000/- નો મુદ્દામાલ સ્થળ પર રાખી રેઇડ દરમ્યાન નાસી ગુન્હો કરેલ.જે દરમિયાન આરોપીઓ ઉમેશભાઇ ભરતભાઇ ઝાપડીયા, નિકુંજ ઉર્ફે ભલો હંસરાજભાઇ ઝાપડીયા રે. બંન્ને ટોડા, જીગ્નેશભાઇ ભીમાભાઇ મેર રે. દેરડી નાસી ગયા હતા.આરોપી નં 1, 2, 3 વાળાને પકડવા અંગેની તપાસ તજવીજ હાલ શરુ છે .