લાઠીના ટોડા નજીક વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

  • પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે રૂપિયા 2,39,460 નો મુદામાલ કબજે

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા અના.હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સંયુકત રીતે લાઠી તાલુકાના ટોડા ગામના ગેઇટ પાસે થી સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ રજી. નંબર જી.જે.-14, એએ.-3143 વાળી ફોર વ્હિલ ગાડી તેમજ તેનું પાઇલોટીંગ કરતી મો.સા. સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું રજી. નંબર-જી.જે.-11 બી.એમ.-6367 મો.સા. સાથે ફોર વ્હીલ ગાડી માંથી ગેર કાયદેસર પરપ્રાંતીય ભારતીય બનાવટ દારૂની બોટલો નંગ-22 મળી આવતા પાઇલોટીંગ કરનાર 1/હાજીભાઇ ઇસ્માઇલભાઇ અબડા ઉ.વ.-20 ધંધો. મજુરી રહે.મોટા લીલીયા તા.મોટા લીલીયા,પ્રોહી મુદ્દામાલ વેચાણથી આપનારરાહુલભાઇ મનસુખભાઇ પડસાલા ઉ.વ.-30 ધંધો- ખેતી રહે.લુણીધાર તા.વડીયા (કુકાવાવ) જી.અમરેલી ને પકડી પાડે છે જયારે ભૈરૂ રહે.મધ્યપ્રદેશને પકડવા તજવીજ હાથ ધરી છે.પોલીસે પરપ્રાંતીય ભારતીય બનાવટના દારૂની “”ROYALBAR’’ વ્હીસ્કી 750- મી.લી “”ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી’’ પ્લાસ્ટીકની રીંગ પેક બોટલ નંગ-22,મોબાઇલ નંગ-02 તથા,સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ રજી. નંબર જી.જે.-14, એએ.-3143 વાળી ફોર વ્હિલ ગાડી તથા મો.સા. સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું રજી. નંબર-જી.જે.-11 બી.એમ.-6367 મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.2,39,460/- સાથે મળી આવતા ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ લાઠી પો.સ્ટે.માં ધી પ્રોહી એકટ ક. 65એઇ, 116બી, 81, 98(2) મુજબ ગુન્હો રજી. કરાવવા તજવીજ કરેલ. બંન્ને શખ્સો વિરૂધ્ધ વગર પાસ પરમીટ પરપ્રાંતીય ભારતીય બનાવટ ના દારૂ ની હેરા ફેરી કરવા અને કબ્જામાં રાખવા અંગેનો ગુન્હો રજી. કરેલ.