લાઠીના પાડરશીંગા ગામે રેવન્યુ રસ્તો બંધ કરાતા બે હજાર વિઘા જમીનમાં તળાવની સમાંતર સ્થિતિ

  • પાલીકાના હુકમનો અનાદર કરાતા ખેડુતોને નુકસાન : મામલતદાર અને સાંસદને રજુઆત

દામનગર,
લાઠી અને લીલીયા તાલુકા ના બંને ગ્રામ્ય ને જોડ્યો રેવન્યુ રસ્તો એક ખેડૂતે પાળો નાખી દબાણ કરતા રેવન્યુ કોર્ટ લાઠી સમક્ષ આ તકરાર ચાલી જતા રિવિજન બંને વખત રસ્તો ખુલ્લો કરવા હુકમો થયા પણ અમલ ન થતા લાચાર સ્થિતિ નિર્માણ થઈ.લાઠી તાલુકા ના પાડરશિગા ના ખેડૂતો ની બે હજાર વિધા જેટલી જમીન માં તળાવ સમાંતર વરસાદી પાણી ભરાયા લીલીયા તાલુકા ના એકલારા ના ખેડૂતે રેવન્યુ રસ્તો બંધ કરતા આ અંગે રેવન્યુ કોર્ટ માં કેસ ચાલી જતા રસ્તો ખુલ્લો કરી પાળો દૂર કરેલ પણ આ ખેડૂતે પુન: પાળો કરતા સતત વરસાદ થી બે હજાર વિધા જમીન ઉપર કપાસ અને તલ સંપૂર્ણ નાશ થયા કાયદા થી સ્થાપિત મામલતદાર રેવન્યુ કોર્ટ અધિનિયમ 1906 થી રેવન્યુ તકરારો માં ન્યાય નિર્ણય થી રેવન્યુ કોર્ટે અને રીવજન અરજ ડેપ્યુટી કલેકટર બંને કોર્ટ ના હુકમો થઈ આવતા અમલવારી ન કરતા લાચાર ખેડૂતો ને મોઢે આવેલ કોળિયો ઝુટવાયો એક મહિના કરતા પણ વધુ સમય સુધી કોઈ ખેડૂત પોતા ના ખેતર માં જઇ ન શકે અને વરસાદી પાણી ખાલી ન થઈ શકે તેવી લાચાર સ્થિતિ નામદાર કોર્ટ ના હુકમ નો અમલ ન કરવા થી થતા નાસીપાસ થયેલ ખેડૂત જાય તો જાય ક્યાં ?આ અંગે લાઠી મામલતદાર શ્રી અને જિલ્લા સાંસદ ધારાસભ્ય સુધી લેખિત રજૂઆતો કરી કોર્ટ દ્વારા થયેલ હુકમ નો અમલ કરવા પાડરશિગા ના ખેડૂતો એ માંગ કરી હતી લાઠી પ્રાંત મામલતદાર સાંસદ ધારાસભ્ય સહિત માં પાડરશિગા ના ખેડૂતો એ મદદ ની ગુહાર લગાવી કાયદા થી સ્થાપિત રેવન્યુ કોર્ટ ના હુકમ નો અનાદર થતા ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો જુટવાયો જગત ના તાત ખેડૂતો ને ન્યાય પાલિકા એ બંને કોર્ટ માં ન્યાય તો મળ્યો પણ અમલ થશે કે કેમ ?