લાઠીના ભીંગરાડમાં પિતાએ ઠપકો આપતા યુવતીએ તળાવમાં પડી જીવતર ટુંકાવ્યું

  • તળાવમાં પડી જતા ડુબી જવાથી મોત નીપજ્યાનું પિતાએ જાહેર કર્યુ

અમરેલી, લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતા કાળુભાઇ સોગાભાઇ ખસીયા ફરસાણનો ધંધો કરતા હોય. તેમની દિકરી વનીતાબેન અને દિકરાને લોટ બાંધવાનું જણાવતા ભાઇ બહેન વચ્ચે વડચડ થતા પિતાએ ઠપકો આપતા લાગી આવતા ગામના તળાવમાં વનીતાબેને ઝંપલાવતા મોત નીપજ્યાનું પિતા કાળુભાઇ ખસીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.