લાઠીના ભુરખીયા અને મેથળીથી જળ અભિયાનના ચોથા તબકકાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી

  • ગુજરાતને જળ સમૃધ્ધ રાજય બનાવાના નિર્ધાર સાથે ઓનલાઇન

અમરેલી,મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાના નિર્ધાર સાથે સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભૂરખિયા અને મેથળી ગામેથી કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આ અભિયાન આગામી તા. 31 મે સુધી હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇ તથા નદી પૂન:જીવીત કરવા જેવા વિવિધ કામોનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી ભૂરખિયા ટ્રસ્ટ તરફ થી તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવામાં આવશે. અભિયાન હેઠળના વિવિધ રોજગારીનું નિર્માણ થશે. ભુરખીયા ગામમાં સુજલામ સુફલામ ખાતમુહૂર્ત અમરેલી જીલ્લામાં પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મતી કંચનબેન જીતુભાઈ ડેર તેમજ લાઠી તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ચિરાગભાઈ પરમાર, ડે. એન્જિનિયર કાતરીયા , ભુરખીયા ના સરપંચ જોરૂભાઈ તથા મેથળી ના સરપંચ રામસંગભાઈ તેમજ સમસ્ત ભુરખીયા ગામના આગેવાનો દેવજીભાઈ, ગોપાલભાઈ, વિઠલભાઈ, નરશીભાઈ, જનકભાઈ, લાલજીભાઈ, ભુપતભાઇ તથા સમસ્ત ગ્રામજનો ની હાજરી માં શુભારંભ કરવામાં આવ્યો.