અમરેલી,
તારીખ 29 /9/ 2023 સમય 11:30 કલાકે અમરેલી જિલ્લાના લાઠી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી કે મતીરાળા મુકામે આવેલ વાડી મા 60 ફૂટ ઊંડા કુવામાં કોઈ અજાણી વ્યક્તિની 10 -15 દિવસ પહેલા ડૂબી જવાની ઘટના બનેલ હશે. જેની બોડી હાલ ઉપરની સપાટીએ આવેલ.તેની ટેલીફોનિક જાણ થતા અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરંતુ બોડી થોડા દિવસ અગાઉની હોવાના કારણે તેની સ્મેલ ના કારણે આજુબાજુ ઉભી રહી શકાય તેમ ન હતુ પરંતુ પોતાના કાર્ય પ્રણાલી ને લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં માન ધરાવતી ફાયર ટીમ અમરેલી પોતાની ચિંતા કર્યા વિના આ કાર્યને પાર પાડ્યું અને ડેડબોડીનું રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે લાઠી પોલીસને સોપેલ .આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ (1)કૃષ્ણભાઈ ઓળકિયા (2)સવજીભાઈ ડાભી (3) જગદીશભાઈ ભુરિયા(4)ત્વિકભાઈ ભીમાણી(5) ચિરાગભાઈ સોની એ મુખ્ય ભૂમિકા ભજવી હતીઅને પ્રાથમિક તપાસ કરતા મૃતક નુ નામ:- નરેશભાઇ વેસ્તાભાઇ બીલવાલ ઉ.વ 35 જોવા મળેલ .