લાઠીના શેખ પીપરીયામાં વૃધ્ધ પાસે ખંડણી માંગી

  • જમીન વિવાદ પ્રશ્ર્ને ફાઇલ ચેક કરવા આપતા
  • ફોન કરી બે લાખની ખંડણી માંગી ધમકી આપ્યાની ફરિયાદ

અમરેલી, લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે રહેતા રતીભાઇ કલ્યાણભાઇ કાછડીયા ઉ.વ.65 ને વડીલો પાર્જીત જમીન પ્રશ્ર્ને તેમના કુટુંબી મોટા બાપુ નાગરભાઇ જવેરભાઇ કાછડીયા સાથે અમરેલી સીવીલ કોર્ટમા જમીન વિવાદ ચાલતો હોય જે જમીન વિવાદના કેસની ફાઇલ ઝેરોક્ષ તે જ ગામના અરવિંદ વશરામભાઇ રાણપરીયાને અભ્યાસ કરવા માટે આપેલ.ત્યાર બાદ જમીન વિવાદનુ સમાધાન થઇ જતા કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધો હતો. ત્યાર બાદ અરવિંદ વશરામભાઇ રાણપરીયાએ મો.9574563701માંથી મો.97143 12620ઉપર ફોન કરી જમીન વિવાદ કેસની ફાઇલનો અભ્યાસ કર્યાના રૂ.2 લાખની ખંડણી પેટે માંગણી કરી પરિવારજનોને મારી નાખવાની ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.