લાઠીના હરસુરપુરમાં મંજુરી વગરની પવનચકકી બંધ કરવા આદેશ

અમરેલી,

લાઠીના હરસુરપુર ગામે કલીનમેક્ષ એન્વાઇરો પ્રાઇવેટ લીમીટેડ નામની ખાનગી કંપની દ્વારા ખેતીની જમીનમા વ્યવસાયિક ઉપયોગ કરતી હોય શરતભંગ થયો હોવાનું જણાવી ગ્રામ પંચાયત કચેરી,હરસુરપુર/પુંજાપર તા.લાઠી તરફથી રજૂ થયેલ દરખાસ્તમાં કંપની તરફથી ખાનગી જમીન ખરીદીને પવનચકકી(વિન્ડ ટર્બાઇન) નાંખીને 8(આઠ) લોકેશન પર વીજળી ઉત્પન્ન કરી જીઇબી વેચવાનુ વ્યવસાયિક પ્રવૃતિ ચાલતી હોય જે પૈકી કુલ-4 લોકેશનના બિનખેતી હુકમો રજૂ કરેલ છે જયારેપુંજાપર ગામના સ.નં.121,33,73,195 ની જમીનની મંજૂરી મેળવેલ ન હોય શરતભંગની કાર્યવાહી માટે સબંધીત તંત્ર પાસે દરખાસ્ત રજૂ થઇ હતી.જેથી કલીનમેક્ષ એન્વાઇરો પ્રાઇવેટ લીમીટેડના અઘિકૃત અધિકારીએ હરસુરપુર /પુંજાપર ગામે કંપની તરફથી બિનખેતી ઉપયોગની સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી/પરવાનગીના આઘારો દિવસ-રમા રજૂ કરવા,તેમજ પરવાનગી વગર તપાસણી/ચકાસણી હેઠળની પવનચકકી(વિન્ડ ટર્બાઇન) નો ઉપયોગ ન કરવા/ચાલુ ન કરવા તેમજ વગર પરવાનગીએ કોઇ પવનચકકી(વિન્ડ ટર્બાઇન) શરૂ કરેલ હોય તો તાત્કાલીક ઘોરણે મામલતદાર કે વડી કચેરી તરફથી કોઇ સુચના ન થાય ત્યા સુઘી સ્થગિત/બંઘ કરવા /પવન ચકકી ફ્રીજ (લોકમોડ)મા કરવા આદેશ આપી જો વગર મંજૂરી/પરવાનગી કાર્યવાહી શરૂ હોવાનુ જણાશે તો કાયદેસરની નિયમોનુસારની કાર્યવાહી હાથ ઘરવામા આવશે તેવો આદેશ કરી કલેકટરશ્રી અમરેલી,નાયબ કલેકટરશ્રી લાઠીને જાણ કરાઇ છે. આ આદેશને પગલે નિયમોનું પુરુ પાલન કર્યા વગર કામ કરતી ખાનગી કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે અને લોકોમાં પણ સરકારી તંત્ર પાસેથી એવી આશા બંધાઇ છે કે કાયદો તમામ માટે એક સરખો છે.