લાઠીની મેઈન બજારમાં કાયમી ટ્રાફિક સમસ્યા

  • આડેધડ વાહનોના પાર્કિગને કારણે શહેરમાં લોકોએ નીકળવું મુશ્કેલ બન્યું

લાઠી,લાઠી ચાવંડ દરવાજા અંદર મેઈન બજાર દરબારી ચોક સુધી સાંકડી છે એક તરફ વાહનો કાયમી વધતાં જાય છે.સાંજના 6:00 વાગ્યાથી 7:30 સુધી તો એટલો ટ્રાફિક જામ થઈ જાય છે કે રાહદારીઓને ચાલવુ મુશ્કેલ બની જાય છે.એક તરફ સાંકડો રસ્તો દુકાનદારોના બોડે દુકાનની સામે.અને ખરીદી કરવા આવતા લોકોના ટુ વ્હીલર આડેધડ પાકીેગ કરતા હોવાથી છાશવારે ટ્રાફિક જામ સર્જાય છે.લાઠી પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન માટે ડેઈલી સાંજે પાંચ વાગ્યા થી રાઉન્ડ મારી કાયેવાહી કરવાની જરૂર છે સાથે દુકાનો આગળ લગાવેલા બોડે તાકીદે હટાવા નોટીસો ફટકારી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો થોડી સમસ્યા ઓછી થાય.