અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયએ એસ. ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, લાઠી પો.સ.ઇ.શ્રી એન.એ.વાઘેલા તથા એસ. ઓ.જી.પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમલાઠી પો.સ્ટે .વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, લાઠી ટાઉન ’’કલાપી પાર્ક’’ માં રહેતા અશોકભાઇ ઉર્ફે કાળુભાઇ રતીલાલ વોરા, રહે. લાઠીવાળા પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો અફીણનાં પોષ ડોડવાઓ રાખેલ છે .જે અનુસંધાને જગ્યાએ રેઇડ કરતા અશોકભાઇ ઉર્ફે કાળુભાઇ રતીલાલ વોરા, ઉવ.70, ધંધો-વેપાર, રહે. લાઠી ટાઉન, ’’કલાપી પાર્ક’’ .જય અંબે, તા.લાઠી, જી.અમરેલીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ શખ્સ પાસેથી માદક પદાર્થ સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેનો ભુકકો, 36 કિલો. કિ.રૂા.1,0,8000/- તથા મોબાઇલ ફોન નંગ -1, કિ.રૂા.7000/- તથા એક સાદો વજન કાંટો સ્ટીલનાં છાબડા સાથે કિ.રૂા.700/- તથા બે પ્લાસ્ટીકનાં સફેદ કલરનાં કોથળા કિ.રૂા.-00/- તથા 100, 200, 500, ગ્રામનાં વજન માટેનાં વજનીયા કિ.રૂા.45 મળી કુલ મુદ્દામાલની કિ.રૂા.1,15,745/- ના મુદ્દામાલના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવેલ છે ઈસમને વઘુ તપાસ અર્થે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.