લાઠીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા પાંચ શખ્સો ઝડપાયા

પોલીસે રોકડ, સાહિત્ય, મોબાઇલ મળી રૂા. 5200 નો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી,
લાઠી લુવારીયા દરવાજા પાસે આઇ.પી.એલ. મેચમાં સટ્ટો જુગાર રમાડતા વિજય સોમજી, જગા જીવરાજ, ભરત રાઘવ સોલંકી તેમજ ગડાભાઇને હે. કોન્સ. વાય. એસ. વનરાએ રૂા. 5220/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.