લાઠીમાં કોરોના વોરીયર્સોનુ સન્માન કરાયું

લાઠી,
લાઠીમાં ચાવંડ દરવાજા પાસે આવેલ આઈ.આઈ.એફ એલ કંપની દ્વારા લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો.સિંહા સાહેબનું પ્રમાણપત્ર આપી તેમજ પત્રકારો રજનીકાંત રાજ્યગુરૂ, વિશાલ ડોડીયા અને સિરાજ પઢીયાર નુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.આ સન્માન કંપનીની હેડ ઓફીસના આદેશ મુજબ લાઠીના બ્રાન્ચ મેનેજર હનુભાઈ ભુવા,વેલ્યુર: ધવલભાઈ સોરઠીયા,તેમજ કમેચારીઓ હીતેષભાઈ ગોહિલ, આરતીબેન વામજા, અને સ્નેહાબેન મારૂ ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેંક સોનાના દાગીના ઉપર લોન આપે છે.તેમા પણ એક માનવતાનું કાર્ય પણ કરે છે.તાજેતરમા લાઠીના અશોકભાઈ બાલાભાઈ નામની વ્યક્તિએ લોન લીધેલ જેનું અચાનક અવસાન થતાં તેમના પત્ની વ્યાજ ચુકવી શકે તેવી પરિસ્થિતિ ન હોય ત્યારે આ કોરોના મહામારીમાં એક કસ્ટબરે સોનાના દાગીના ઉપર લોન મેળવેલ હતી.પરંતુ અચાનક તેમનું અવસાન થયું હતું. અવસાન બાદ તેમનાં પત્ની બેંકનુ વ્યાજ ભરી શકે તેવી સ્થિતિ ની હોય.આવા સમયમાં બેંકના મેનેજરે હેડ ઓફિસમાં જાણ કરતા તેમના પત્નીને કુટુંબના સભ્યોને સાથે રાખી માનવતા પૂર્ણ કાયેવાહી કરી તેઓએ લીધેલ લોનની મુળ રકમ માફ કરી ઘરેણાં પરત સોંપી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.