લાઠીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

અમરેલી,

પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના સમયે લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના મહાવીરનગરમા આંગણવાડી પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમા કેટલાક શખ્સો ગંજીપતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન પત્તી નો જુગાર રમે છે ,તેવીચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટેનાં પો.સબ.ઇન્સ. જે.પી.ગઢવી ની રાહબરી હેઠળ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાકુલ ત્રણ શખ્સો સ્ટ્રીટ લાઇટ ના અજવાળે ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા હોય જે રેઇડ દરમ્યાન ત્રણ શખ્સોને પકડી પાડી જુગાર ધારા-1ર મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.જેમાં રોકડા કુલ કિ. રૂ 14930 /-નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો હતો.