અમરેલી,
અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી રચના કરવામાં આવી હતી. અમરેલી જીલ્લા કારોબારી બેઠકમાં લાઠી તાલુકાના નવા હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ કાકડીયા, મંત્રી તરીકે પિયુષભાઈ વીરડીયા , સંગઠન મંત્રી તરીેકે પારૂલબેન જોશી, સહસંગઠન મંત્રી તરીકે ભાવેશભાઈ કાલીયાણી , ઉપાધ્યક્ષ તરીકે ભાવેશભાઈ કાલયાણી , પ્રચાર મંત્રી તરીકે મનિષભાઈ ગોહિલ , સહતંત્રી તરીકે ઘનશ્યામભાઈ સોળીયા, આંતરીક ઓડીટર તરીકે દિપકભાઈ અગ્રાવત કારોબારી તરીકે મુકેશભાઈ લાઠીયાની નિમણુંક કરવામાં આવી. અમરેલી જીલ્લા બેઠકમાં નવી રચાયેલ લાઠી તાલુકા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્ત.રાષ્ટ્રહિત,વિધાર્થીહિત,સમાજ હિતમાં કાર્ય કરવાની વાત કરવામાં આવી હતી.અમરેલી જીલ્લા કારોબારી બેઠકમાં જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, મહામંત્રી મહેન્દ્રભાઈ કાવઠીયા, સંગઠન મંત્રી કલ્પેશભાઈ સાબવા, કોષાધ્યક્ષ કલ્પેશભાઈજોશી,આશીષભાઈ ચૌહાણ, અંજનાબેન ટીંબડીયા, વૈશાલીબેન સેંજલીયા, રિધ્ધીબેન વેકરીયા ઉપસ્થિત રહયા હતા. સંપુર્ણ કાર્યક્રમ સંજયભાઈ વાઘેલા, અજયભાઈ સોજીત્રા અને કુલદીપભાઈ દેવમુરારી દ્વારા સંચાલિત કરવામાં આવ્યો .