લાઠીમાં દારૂનો ટ્રક ઉતારતા ઝડપાયેલા સુરતનાં બે શખ્સોને પાસામાં ધકેલતા કલેકટર શ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય

  • એલસીબીએ વોરંટની બજવણી કરી સુરતના ઘનશ્યામ વિઠલ તથા કુંડલાના ધાર ગામના વતની સુરપાલસિંહને ગોધરા અને હિંમતનગર જેલ હવાલે કર્યો

અમરેલી,
અમરેલી જિલ્લાના લાઠીમાં સવા ત્રણસો જેટલી દારૂની બોટલો ભરી ટ્રક લાવનારા અમરેલી જિલ્લાના કુંડલાના ધાર ગામના વતની અને સુરત રહેતા સુરપાલસિંહ ઉર્ફે લાલો સજુભા ગોહીલ ઉ.વ.27 રે કડોદરા અમર રેસીડેન્સી, સુરત તથા કામરેજના બી 504 સગુન લીવીનો બાપા સીતારામ ચોક કામરેજમાં રહેતા ઘનશ્યામ વિઠલભાઇ ખીચડીયાને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા કરાયેલી પાસાની દરખાસ્તને મંજુર કરી કલેકટરશ્રી આયુષ ઓકએ બંને સામે પાસાના વોરંટ ઇસ્યુ કરતા એલસીબીના ઇન્ચાર્જ શ્રી આર.કે. કરમટા તથા પીએસઆઇ શ્રી પી.એન. મોરી સહિતની ટીમે ઘનશ્યામને ગોધરા અને સુરપાલને હિંમતનગર જેલ હવાલે કર્યા હતા.
દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી કરવાના ગુજરાત સરકારના નવા કાયદાના અમલના ભાગરૂપે અમરેલી જિલ્લામાં દારૂના કેસમાં પકડાયેલા સુરતના બંને શખ્સોને અમરેલી ખેપ ભારે પડી હતી અને બંને જેલ હવાલે થયા હતા.