લાઠીમાં મંદીરમાં થયેલ ચોરીના ગુનાનો છેદ ઉકેલતી પોલીસ

અમરેલી,

લાઠી પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમા અમરેલી રોડ ઉપર આવેલ પૌરાણીક ભીડભંજન મહાદેવ મંદીરમા રાત્રીના સમયે તાળા તોડી મંદીરમા પ્રવેશ કરી પંચધાતુના નાના મોટા બે નાગ આશરે ત્રણેક કીલો વજનનો જેની કિં.રૂ.1,500/- તથા બે પિતળની નાની મોટી આરતી કરવાની ટંકોરી કિ.રૂ.500/- તથા પાર્વતીજીની મુર્તી ઉપર રહેલ ચાંદીનો મુંગટ નાનો કિ.રૂ.500/- તથા મંદીરમા લગાડેલ પિતળના નાના મોટા બે ટંકોરા(ઘંટ) આશરે વજન 15 કીલો જેની કિ.રૂ.7,500/- તથા મહાકાળી માતાજીના મંદીરમા થાપા ઉપર ચાંદીનુ છત્તર કિ.રૂ.200/- મળી કુલ રૂ.10,200/- ની ચોરી કરી ગુન્હો આચરી નાસી ગયેલ હોય અને આ કામે ફરિ. ની ફરિયાદ આધારે લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034230155/2023 10એ કલમ 457,380 મુજબનો ગુન્હો તા.17/06/2023 ના કલાક 10/15 વાગ્યે રજી. થયેલ હતો .લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034230155/2023 19એ કલમ 457,380 મુજબનો ગુન્હો તા.16/06/2023 ના કલાક 22/00 થી તા.17/06/2023 ના ક.04/00 દરમ્યાન કોઇ પણ સમયે બનેલ હોય જે ગુન્હાના કામના આરોપીઓને અંગત બાતમીરાહે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી (1) રાજુભાઈ કલ્યાણભાઈ રફોકીયા ઉ.વ.3પ ધંધો.મજુરી રહે.લાઠી ભગતપરા તા.લાઠી જી.અમરેલી(2) કિશોર ઈસુભાઈ ચારોલીયા ઉ.વ.19 ધંધો.મજુરી રહે.લાઠી મહાવિરનગર તા.લાઠી જી.અમરેલીને પકડી પાડી અનડીટેકટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.