અમરેલી,લાઠી દામનગર પોલીસ સ્ટેશનમાં ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુનાઓમાં પકડવાના બાકી લીસ્ટેડ બુટલેગર સીરાજ રજાકભાઇ દલ રહે. લીલીયા મોટાને પોલીસે પકડી પાડેલ છે લીલીયા પો.સ્ટે. સ્ટાફને મળેલી બાતમી આધારે લીલીયા ટાઉનમાં નીલાગ્રા ચોકડી પાસેથી આરોપીને પકડી પાડી લાઠી તથા દામનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલ આ આરોપી લીસ્ટેડ બુટલેગર છે અને 12 ઉપરાંતના ગુનાઓમાં સંડોવાયેલ છે. આરોપીને પકડવાની કામગીરીમાં પીએસઆઇ એમ.ડી. ગોહીલ, હિરેનભાઇ વેગડા, દિલીપભાઇ ખુંટ, ગૌતમભાઇ ખુમાણ, જીતેન્દ્રભાઇ ગંગલ વિગેરેએ ફરજ બજાવી