લાઠી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભીયાન કેમ્પ નુ આયોજન

તાલુકા આરોગ્ય કચેરી લાઠી ખાતે લાઠી તેમજ લીલીયા તાલુકાના સગર્ભા માતાઓ માટે સી.એચ. સી લાઠી ખાતે. “ પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભીયાન કેમ્પ” નુ આયોજન કરવામા આવેલ . જેમા બન્ને તાલુકા ના કુલ ૨૪૩ સગર્ભા બહેનોની તપાસ બાબરા ના સ્ત્રી રોગ નીશ્ણાત ડો. ચોથાણી સાહેબ દ્વારા કરવામા આવેલ . તમામ સગર્ભા બહેનો ને વિનામુલ્યે લેબોરેટરી કરી જરુરી દવાઓ ત્યાજ આપવામા આવેલ તેમજ ૯૪ જોખમી સગર્ભા બહેનોને સોનોગ્રાફી પણ વિનામુલ્યે કરી આપવામા આવેલ અને ૧૬ સગર્ભા બહેનોને સ્થળ પરજ આર્યન શુક્રોજ દ્વારા સારવાર આપવામા આવેલ તમામ સગર્ભા બહેનો માટે ચા નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામા આવેલ . આ કાર્યક્રમ દરમયાન માજી .આરોગ્ય સમીતી ના ચેરમેન વિજયભાઇ યાદવ (નવરંગ હોટલ) ભાજ૫ના ભરતભાઇ પાડા,અનીલભાઇ નાંઢા , મુન્ના ભાઇ નગરપાલીકા ઉપ પ્રમુખ દીનેશભાઇ મકવાણા દ્વારા દી૫ પ્રાગટય કરી કાયકમને ખુલ્લો મુકાયો હતો જેમાં ,સી.એચ સી અધીક્ષક ડો.સિન્હા સાહેબ ઉપસ્થીત રહેલ . આ કાર્યક્રમ નુ સમગ્ર આયોજન ડો.મુકેશસીંગસાહેબ ના માર્ગદર્શન નિચે લાઠી તેમજ લીલીયા ના આરોગ્ય સ્ટાફ જેમા તમામ પ્રા.આ કેન્દ્ર ના મેડિકલ ઓફીસર એફે.એચ ડબલ્યુ એમ્ પી ડબલ્યુ મેલ ફીમેલ સુપર વાઇજર લેબ ટેક
ફાર્માસીસ્ટ તથા તાલુકા સુપર વાઇજર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અને આશાબહેનો દ્વારા કરવામા આવેલ .આ કાર્યક્રમ ને સફળ બનાવવા તેમજ સગર્ભાબહેનો ને લાવવા તથા લઇ જવા માટે ખીલખીલાટ ની ટીમ દ્વારા ખુબજ સારો સહકાર આપવામા આવેલ.