લાઠી-ચાવંડ હાઇવે ઉપર હોટેલમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાઇ ગયાં

  • પોલીસે રોકડ, 6 મોબાઇલ મળી રૂા. 59,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલી,
લાઠી ચાવંડ હાઇવે ઉપર આવેલ રામદેવ હોટેલમાં નિલેષ ગોંડલીયાએ પોતાના આર્થિક ફાયદા માટે રાજેન્દ્ર જોષી સાથે મળી જુગાર રમાડતા નિલેષ ભકિતરામ ગોંડલીયા, રાજેન્દ્ર હિરાલાલ જોષી, રાજેશ મોહન રાઠોડ, મગન પોપટ જાપડીયા, ભાવેશ મોહન પાનેલીયા, કૃપેશ દલસુખ ગોસાઇને અમરેલી એલ.સી.બી. પો.કોન્સ. ભાવીનગીરી ગોસ્વામીએ રોકડ રૂા. 43,200/- તેમજ 6 મોબાઇલ રૂા. 16,500/- મળી કુલ રૂા. 59,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.