અમરેલી,
રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારની ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 અનુસંધાને ચુંટણી પ્રક્રિયા તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય તે માટે દારૂની પ્રવૃતિ કરનારા ઉપર વોચ રાખી, સફળ રેઇડો કરવા અપાયેલી સુચના ને પગલે અમરેલી એસપી શ્રી હિમકર સિંહે અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમના પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ઘનશ્યામભાઇ મકવાણા, હેડ કોન્સ. અજયભાઇ
સોલંકી, પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકીએ લાઠી તથા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લાઠી પો.સ્ટે. વિસ્તારના બાઇ દુધાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી કિશન સુરેશભાઇ દવે, ઉ.વ.28, રહે.મોટા લીલીયા, ગામોટી શેરી, તા.લીલીયાને કારમાં 76 બોટલ દારૂ અને ઇસુબ ઉર્ફે મુન્નો હસનભાઇ સૈયદ, ઉ.વ.37 રહે.શાખપુર, સુતારશેરી, તા.લાઠીને 75 બોટલ દારૂ સાથે પકડી પાડેલ છે.