અમરેલી,
અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે (1) લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11193034210060/2021, ઈ.પી.કો. કલમ 363, 366, 376(2)(એમ), 376(3), 114 તથા પોકસો એકટ ક્લમ 18, 4, 6, 8, 17 તથા (2) બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.1193008210807/2021, ઇ.પી.કો. કલમ 323, 324, 504, 506(2), 114 મુજબના ગુનાઓના આરોપી રમેશ સુરાભાઇ વાઘેલા, રોહીત રમેશભાઇ વાઘેલા આરોપીઓ દોઢ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હતા આ આરોપીઓના નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, લીસ્ટેડ આરોપીઓને આજરોજ તા.08/11/2022 ના રોજ બાતમી હકિકત આધારે અમરેલીમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.