બાબરા,
અમરેલી જિલ્લાએ વિકાસની રફતાર પકડી હોય એમ એક પછી એક વિકાસના કામો જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મંજૂર થઇ રહેલ છે. જેમાં લાઠી તાલુકા પંચાયતના કચેરીના નવીન મકાન બાંધકામ માટે વધારાના 23,60,200 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અરજદારોના પ્રશ્ર્નનોનું ઝડપી નિરાકરણ થાય તેથી સીધો લાભ તાલુકાના અરજદારોને મળે તે માટે ધારાસભ્યશ્રી જનક્ભાઇ તળાવીયાની રજુઆતથી 2,39,90,300 રૂપિયાના સરકારી અનુદાન ઉપરાંત 23,60,200 મળી કુલ 2,63,50,500 રૂપિયાની રકમ મંજૂર કરવામા આવી છે .આ કામ મંજૂર થતા આ વિસ્તારના અનેક અરજદારો માટે આ તાલુકા પંચાયત ભવન લાભકારી બની રહેશે.