લાઠી નજીકના રામપર ગામના સરપંચને પણ શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા

  • રેપીડ ટેસ્ટમાં લાઠીના પત્રકાર ઉપરાંત તેના કાકા પણ પોઝિટિવ આવ્યા
  • વાયુ વેગે જિલ્લામાં ઘુમતો સરકારનો ધનવન્તરી રથ : એક જ દિવસમાં તાવ, શરદી, ઉધરસના 92 દર્દીઓને સારવાર અપાઇ : સરકારનું ઉમદા પગલું

અમરેલી,  ગઇ કાલે લાઠીના પત્રકારના ચાવંડ ચેકપોસ્ટ ઉપર કરાયેલ રેપીડ ટેસ્માં તે પોઝિટિવ નીકળતા તેમને અમરેલી ખસેડી અને સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે દરમિયાન આજે લાઠી નગરપાલીકામાં ફરજ બજાવતા આ પત્રકારના કાકા પણ રેપીડ ટેસ્માં પોઝિટિવ આવતા તેને પણ સારવાર માટે અમરેલી દાખલ કરાયા છે અને લાઠી નજીકના રામપર ગામના સરપંચને પણ શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
દરમિયાન સરકાર દ્વારા જિલ્લામાં ધનવન્તરી રથ દ્વારા લોકોની તપાસણી અને સારવાર શરૂ કરાઇ છે તાવ, શરદી અને ઉધરસવાળા 92 લોકો આજે રથને મળ્યા હતા એક જ દિવસમાં 3116 લોકોને ચકાસાયા હતા અને આજના 92 મળી કુલ 2894 લોકોને આયુર્વેદીક અને હોમીયોપેથીક દવા આપવામાં આવી હતી.