લાઠી નજીક હીરાણા ગામના પાટીયા નજીક ફોરવ્હીલમાં દારૂની થતી હેરાફેરી ઝડપાઇ

અમરેલી ,લાઠી તાલુકાના હિંરાણા ગામના પાટીયા પાસે અમરેલી એલ.સી.બી.ના પો. કોન્સ. ગોકુળભાઇ રાતડીયાએ મુંબઇના મનસુખ છગનભાઇ ભટ્ટને ફોરવ્હીલ એમ.એચ. 01 આર.0587 માં અલગ -અલગ બ્રાન્ડની 137 બોટલ ઇંગ્લીશ દારૂ, 1 મોબાઇલ અને ફોરવ્હીલ મળી કુલ રૂા. 1,44,565/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ જયારે વિરાજ ઉર્ફે માધો પ્રવિણભાઇ રાણા રહે. ઢસા વાળો નાશી છુટયો હતો.