લાઠી પાલીકા ઓફીસ પાસે પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો

અમરેલી,
લાઠીમાં રહેતા ગીરધરભાઈ પરશોત્તમભાઈ મકવાણા ઉ.વ.52 ની દિકરી ભુમી નિલેશ રમેશભાઈ સાકરીયાના મોટા ભાઈ મહેશ સાકરીયાના ત્રાસ ના કારણે દવા પી મરણ ગયેલ હોય. જે બાબતે મરી જવા મજબુર કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ કરેલ અને જે કેસમાં મહેશ સાકરીયાને સજા પડેલ હોય. તે બાબતનું મનદુખ રાખી નિલેશ રમેશભાઈ સાકરીયા, ભરત જગાભાઈ મેર, દિવ્યાંગ તથા આસિશભાઈનો સ્કોડા કાર 0670 લઈને પીછો કરી ગાડી ઉભી રાખી નીચે ઉતરી છરી તથા ધોકો બતાવતા તેઓ ત્યાથી બાઈક લઈ નગરપાલીકા ઓફીસ તરફ જતા પીછો કરી નગરપાલીકા ઓફીસ પાસે ગીરધરભાઈ પરશોત્તમભાઈ મકવાણા, અરુણાબેન તથા ગીરીશ ઉભેલ હોય ત્યા આવીને ગીરધરભાઈના ગળે છરી રાખી મારી નાખવાની ધમકી આપી ભરત જગાભાઈ મેરએ હાથે ધોકાનો ઘા મારી ગીરીશ છોડાવા આડો પડતા તેને પણ ધોકા વડે મારમરી મારી નાખવાના ઈરાદે ગીરધરભાઈને આડેધળ સરીર ઉપર ધોકા વડે મારમરી જીવલેણ હુમલો કરી ધકો મારી પછાડી નીલેશએ ગીરીશને છરી લઈ મારવા દોડેલ અને ગીરધરભાઈના બુલેટ ઉપર ધોકાના ઘા મારી નુકશાન કરી પત્નિ અરુણાબેન વચ્ચે પડતા તેમને પણ ધોકા વડે પગમાં મારમારી મુંઢ ઈજા કરી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ પીએસઆઈ એચ.જે. બરવાડીયા ચલાવી રહ્યા છે.