લાઠી પાસે મીની બસ ઉંધી વળી : 22ને નાની મોટી ઇજા

  • અમરેલીથી સ્વામીના ગઢડા જઇ રહેલી મીની બસને નડેલો અકસ્માત
  • અક્માતની જાણ થતા લાઠીથી 108ની ટીમ દોડી ગઇ : વધારે ઇજાગ્રસ્તોને જોઇ અને નજીકના દામનગર અને બાબરાથી 108ની ટીમોની મદદ લેવાઇ
  • 22 ઇજાગ્રસ્તોને લાઠી દવાખાને જ પ્રાથમિક સારવાર આપવામાં આવી વધારે ઇજા પામનારા ઉતારુઓને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા

અમરેલી, આજે લાઠીના રેલવે ફાટક પાસે અમરેલીથી ગઢડા જતી મીની બસ પલ્ટી મારી જતા 22 લોકોને નાના મોટી ઇજાઓ થવા પામી હતી.અમરેલીથી સ્વામીના ગઢડા જઇ રહેલી મીની બસ લાઠીના રેલવે ફાટક પાસે ઉંધી વળી જતા અંદર બેઠેલા નાના મોટા તમામ ઉતારુઓને ઇજાઓ થવા પામી હતી આ અક્માતની જાણ કરાતા સૌ પ્રથમ લાઠી 108 એમ્બ્યુલન્સ સમય સૂચકતા જાળવી ફટાફટ બનાવના સ્થળ ઉપર પહોંચી હતી લાઠી 108 સ્ટાફના ઇએમટી શ્રી મહેશ દુધરેજીયા અને પાઇલોટ દશરથભાઈ હેલૈયાએ નજીક ની દામનગર અને બાબરા 108 ને જાણ કરી હતી અને ત્રણેય એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને કાળજી પૂર્વક લાઠી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.ઇજા પામનારામાં ચંપાબેન પોપટ ભાઈ પરમાર,પ્રકાશભાઈ વિનુભાઈ જમોડ,આશાબેન ઘનુભાઈ પરમાર, મેહુલભાઈ ધનજીભાઈ પરમાર, સુરતાબેન કનુભાઈ પરમાર, માનવ પ્રકાશભાઈ જમોડ, રવિના બેન દેવરાજભાઈ જમોડ, ભાવનાબેન લલીતભાઈ જમોડ, મંજુબેન કનુભાઈ, અંબાબેન પરસોતમભાઈ, ક્રિષ્નાબેન રાહુલભાઈ પરમાર, કાનજીભાઈ લગરાભાઈ રાઠોડ, મુક્તાબેન જેઠાભાઇ શેરવાણી, વીર રાહુલભાઈ પરમાર, ક્રિષ્ના પ્રકાશભાઈ જમોડ, માનવ અલ્પેશભાઈ મકવાણા, રિંકલ અલ્પેશભાઈ મકવાણા, કિસન અરવિંદભાઈ પરમાર, બાબુભાઈ બાલુભાઈ ભૂતની, રોહિત અરવિંદભાઈ પરમાર, રેખાબેન શૈલેષભાઈ પરમાર,અસ્મિતાબેન અરવિંદભાઈ પરમારનો સમાવેશ થાય છે.આ તમામને પ્રાથમિક સારવાર માટે નજીક ના લાઠી સરકારી દવાખાને 108 મારફતે લઇ જવાયા હતા ત્યારબાદ લાઠી દામનગર અને બાબરા 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા જેમા અંબાબેન પરસોત્તમભાઈ,આશાબેન ધનજીભાઈ પરમાર, ભાવનાબેન લલીતભાઈ જમોડ, મંજુબેન કનુભાઈ, સેજલબેન ભાવેશભાઈ, પ્રવીણભાઈ ધર્મેશભાઈ જમોડનો સમાવેશ થાય છે.